Published by : Rana Kajal
હિમાચલમાં 68 સીટ પર 65.50% મતદાન નોંધાયું હતું જેમાં સિરમૌર જીલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું જયારે કિન્નૌરમાં સૌથી ઓછું 62% મતદાન નોંધાયું હતું.હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી તા ૧૨ નવેમ્બરના રોજ યોજાઈ હતી જેમાં હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો માટે મતદાન મતદારોએ કર્યુ હતું.મતદાન 65.50% જેટલું નોંધાયું છે. જેમાં સિરમૌર જીલ્લામાં સૌથી વધુ 69.67% મતદાન થયું હતું. બીજા નંબર પર 68.48% મતદાન સાથે સોલન જીલ્લો રહ્યો હતો. સી.એમ. જયરામ ઠાકુરની ગૃહ જીલ્લા મંડી છઠ્ઠા નંબરે રહેતાં 65.59% મતદાન થયું હતું. સૌથી ઓછું 62% મતદાન કિન્નૌર જીલ્લામાં થયું હતું.




