199ની એવરેજવાળું ભારત દેશનું પ્રથમ હાઈડ્રોજન બાઈક ગુજરાતમાં બનશે. જે અંગે આણંદની ચરોતર ગેસ સહકારી મંડળી લિ અને ટ્રાઈટન ઈલે. વ્હીકલ વચ્ચે MoU થયા હતા. તેથી હવે સમગ્ર ભારતમાં અને કદાચ વિશ્વમાં પ્રથમ વખત હાઈડ્રોજનથી ચાલતા ટુ વ્હીલર બનાવવા અંગે સૌથી મોટી પહેલ કરવામાં આવશે. ટ્રાઈટન ઈલેક્ટ્રીક વ્હીકલ (ટીઈવી) કંપની દ્વારા સૌપ્રથમ ટુ વ્હીલર બનાવવામાં આવ્યા હોવાના દાવા સાથે તેનું પ્રોડ્કશન પણ આગામી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રૂપિયા 2 લાખની કિંમત અને ભરપુર એવરેજ ધરાવતી હાઈડ્રોજન બાઈક ચલાવવામાં આવે તેવો પાઈલટ પ્રોજેક્ટ પ્રથમ વખત નડિયાદ ખાતેથી શરૂ થશે. નડિયાદ ખાતેના પ્લાન્ટમાં તેનું ઉત્પાદન આગામી જાન્યુઆરી માસથી શરૂ કરી દેવામાં આવશે. એમ જાણવા મળી રહ્યું છે કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજિત રૂપિયા 2 લાખની કિંમતનું બાઈક રહેશે, જે અંદાજિત 199ની એવરેજ આપશે. એટલે ચાર્જ કરવું કે વારંવાર ફ્યુઅલ ટેન્ક ફૂલ કરવાનો કોઈ પ્રશ્ન નહીં રહે. આ ઉપરાંત, મેઈન્ટેનન્સ પણ ઝીરો રહેવાનો દાવો કરવામાં આવ્યો છે
ગ્રીન ફ્યુઅલથી પોલ્યુશન નહીંવત થશે. હાઈડ્રોજન વાહન તમામ પ્રકારના સલામીતના પગલાંમાંથી પસાર કરીને બજારમાં મૂકવામાં આવ્યું છે એમ એમઓયુ દરમિયાન હાજર રહેલા હાઈ પાવર સિસ્ટમ યુ. કે.ના સીઈઓ જય પટેલે જણાવ્યુ હતુ કે, હાઈડ્રોજન ગ્રીન ફ્યુલથી પોલ્યુશન નહીંવત થશે, જેનો ફાયદો પર્યવારણને થશે.આ બાબત ખુબ મહત્વની છે.




