માતા કુષ્માંડા દુર્ગા માતાનો ચોથો અવતાર છે. નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. બ્રહ્માંડની રચના પહેલા જ્યારે ચારે બાજુ અંધકાર હતો ત્યારે માતા દુર્ગાએ આ બ્રહ્માંડની રચના કરી હતી. તેથી જ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિના કારણે તેમને આદિશક્તિ નામથી પણ ઓળખવામાં આવે છે. તેમને આઠ હાથ છે અને તેઓ સિંહ પર સવાર છે. સાત હાથોમાં ચક્ર, ગદા, ધનુષ્ય, કમંડલ, ફૂલદાની, બાણ અને કમળ છે.
આ દેવીનો વાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર તેમનામાં જ છે. પરિણામે તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્યની જેમ દૈદિપ્યમાન છે. તેમના જ તેજથી દશે દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં તેમનું જ તેજ વ્યાપેલું છે. માતા કુષ્માંડા દુર્ગા માતાનો ચોથો અવતાર છે. નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા
મા કુષ્માંડાને પ્રસન્ન કરવાનો મંત્ર
સુરાસંપૂર્ણકલશં, રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે ।।
અર્થાત્ : અમૃતથી ભરેલા કળશને ધારણ કરનારી અને કમળપુષ્પથી યુક્ત તેજોમય મા કુષ્માંડા અમને તમામ કાર્યોમાં શુભદાયી સિદ્ધ થાવ.
રોગનો નાશ
કહેવાય છે કે, જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન્હોતુ, ત્યારે આ જ દેવીએ બ્રાહ્માંડની રચના કરી હતી. પરિણામે તેઓ જ સૃષ્ટિની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોન તમામ રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.