Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત હાઈકોર્ટે મોરબી દુર્ઘટના મામલે રાજય સરકારને આડે હાથ લીધી…

ગુજરાત હાઈકોર્ટે મોરબી દુર્ઘટના મામલે રાજય સરકારને આડે હાથ લીધી…

  • સરકારને રાજ્યમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ

મોરબી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે વળતર આપવા મામલે રાજ્ય સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે મૃતકના પરિજનોને આપવામાં આવેલ વળતર નજીવું છે. કોર્ટે કહ્યું કે વળતર વાસ્તવિક હોવું જોઈએ અને યોગ્ય વળતર ચૂકવવું એ સમયની જરૂરિયાત છે. આ સાથે કોર્ટે કહ્યું છે કે ગંભીર રીતે ઘાયલોને આપવામાં આવતી વળતરની રકમ પણ ઓછી છે. કોર્ટે રાજ્યને વિગતવાર એફિડેવિટ દાખલ કરવા અને વળતર માટે નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાત હાઈકોર્ટે રાજ્યની ભાજપ સરકારને તમામ બ્રિજનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સરકારે ખાતરી કરવી જોઈએ કે તમામ પુલ યોગ્ય સ્થિતિમાં છે. આ સાથે હાઈકોર્ટે સરકારને તમામ બ્રિજની યાદી કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. આ યાદીમાં રાજ્યના કેટલા બ્રિજ સારી હાલતમાં છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રમાણિત રિપોર્ટ હોવો જોઈએ અને તેને હાઈકોર્ટ સમક્ષ મુકવામાં આવે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security