ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમા કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂપિયા 31 લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી.
ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ચૂંટણી જંગ માટે સૌરાષ્ટ્રમાં હાઈ વોલ્ટેજ સીટ ગણાતી ગોંડલ બેઠક પર રાજકીય ઘમાસાણ યથાવત્ છે. એક બાદ એક વીડિયો સામે આવે રહ્યા છે ત્યારે સરપંચોને રૂપિયા 31 લાખની ઓફર કરનારા રાજેશ સખીયા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલ વિધાનસભા વિસ્તારના 79 ગામોમાંથી જે ગામમાં કોંગ્રેસને 80 ટકાથી વધુ લીડ મળે તે ગામના સરપંચને રૂપિયા 31લાખની રોકડ આપવા ફેસબુક લાઈવ થઈ જાહેરાત કરી હતી. ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિભાગીય નોડલ ઓફિસર અશ્વિન વ્યાસની ફરિયાદ પરથી પોલીસે નાગડકાના રાજેશ લાલજી સખીયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ગોંડલ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે, જિલ્લા ચૂંટણી અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ શહેરમાં તેમની આચારસંહિતા નોડલ ઓફીસર તરીકે નિમણુંક કરી છે. રાજેશભાઇ લાલજીભાઇ સખીયા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ – 1951ના કાયદાની કલમ 123 (1), આઇપીસી કલમ 171 (બી ), 131 (ઇ) મુજબ ફરીયાદ કરી છે. તેઓના જણાવ્યા મુજબ આ મામલે મામલતદાર દ્વારા તપાસ કરાઈ હતી.




