Published by : Rana Kajal
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ખુશીઓ દસ્તક આપી રહી છે. મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઇ રાધિક મર્ચન્ટ સાથે થઇ ગઇ છે. અનંત અને રાધિકાના આ ગ્રાન્ડ સમારોહ કોઇ હૉટલમાં નહીં પરંતુ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટીલિયામાં થયો હતો.

આ પ્રસંગે એન્ટીલિયાને શાનદાર રીતે સજાવવામાં આવ્યુ હતુ, આ અવસર પર તેના ઘરને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાની સગાઇ જુની પરંપરા ગોળ-ધાણા અને ચૂંદડી વિધિથી થઇ હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો હતો.

પરિવારોએ એકબીજાને ભેટો અને શુભેચ્છાઓની આપ-લે સાથે અનહદ આનંદ પણ વહેંચ્યો હતો. અનંતના માતા નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા સૌને આશ્ચર્યચકિત કરતું એક પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું. જેની તસવીરો અને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ સગાઈ ખૂબ જ શાનદાર અને શાહી અંદાજમાં થઈ છે. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. પરિવાર સાથે રાધિકાના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે. તેણે ત્યાં હાજર ફોટોગ્રાફર્સને હાથ જોડીને અભિવાદન કર્યું.

આ દરમિયાન રાધિકા ગોલ્ડન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનંત અંબાણીની રોયલ લુક પણ ખૂબ જ શાનદાર છે. અંનત બ્લુ કલરની શેરવાનીમાં ડેશિંગ જોવા મળ્યો હતો.





