- પથારાવાલા અને લારી ગલ્લા સહીત બેનરો દુર કરવામાં આવ્યા
અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવા ઝુંબેશ હાથ ધર્યું છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ હવેલીથી ગટ્ટુ સ્કુલ સુધી અને સીટી સેન્ટરથી સરદાર પાર્ક સહિતના વિસ્તારમાં આડેધડ ઉભા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો અને લારી-ગલ્લાને પગલે અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવી હોવાની બુમો ઉઠી રહી છે જેને પગલે સફાળા જાગેલા નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા ગતરાતથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધર્યું છે અને તમામ માર્ગો ઉપર ઉભા કરવામાં આવેલ લારી ગલ્લા પથારાવાલા અને બેનરોને દુર કરવામાં આવ્યા હતા અને દબાણ કરતા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.દબાણ દુર હટાવો ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.





