Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateબિહારના શ્રમજીવીઓને તામિલનાડુમાં માર મરાઈ રહયો હોવાનો આક્ષેપ…

બિહારના શ્રમજીવીઓને તામિલનાડુમાં માર મરાઈ રહયો હોવાનો આક્ષેપ…

Published by : Rana Kajal

રાજકીય વાતાવરણ ગરમાયુ… કેન્દ્રીય ગૃહમંત્રી અમીતશાહને પણ બિહારના ઉપમુખ્યમંત્રીએ પત્ર લખી યોગ્ય કરવા કરેલ વિનંતી…કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પરપ્રાંતીય શ્રમજીવીઓને માર મારવાના અને જાનથી મારી નાખવાની ઘટનાઓ બની રહી છે. તેવામાં હવે એવો આક્ષેપ કરાઇ રહ્યો છે કે બિહારના શ્રમજીવીઓને તામિલનાડુમાં માર મારવામાં આવી રહયો છે તેમજ ધમકીઓ આપવામાં આવી રહી છે.

બિહારના શ્રમજીવીઓ રોજીરોટી અર્થે તામિલનાડુ જેવા રાજ્યોમાં સ્થાયી થયા છે. તેવામાં હાલના સમયમાં ઍવી ફરિયાદો સપાટી પર આવી રહી છે કે બિહારના શ્રમજીવીઓ કે જે બિહારમાં સ્થાયી થયા છે. તેમને સ્થાનિક રહીશો દ્વારા માર મારવામાં આવી રહયો છે. શરૂઆતના દિવસોમાં આ બાબત પર કોઇ ખાસ ધ્યાન આપવામા આવ્યું ન હતું. પરંતું ધીમે ધીમે આવી ઘટનાઓ વધવા માંડી તેથી બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે એ દરમીયાનગીરી કરવી પડી હતી. ત્યાર બાદ બિહારના ઉપ મુખ્યમંત્રીએ કેંદ્રના ગૃહમંત્રી અમીત શાહને પત્ર લખી એટલે સુઘી જણાવ્યુ કે જો તમને અમારી રજૂઆત અંગે વિશ્વાસ ન હોય તો તમે જાતે તપાસ કરાવી લો. ત્યાર બાદ LJPના રાજવિલાસ પાસવાને પણ આ સમસ્યા અંગે બિહાર અને તમિલનાડુના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા. તેવામાં તામિલનાડુના DGP શૈલેન્દ્ર બાબુએ ખુલાસો કરતા જણાવ્યુ હતું કે કોઈએ ખોટો મેસેજ વાયરલ થયો હતો. આવા બે વિડિયો પૈકી ઍક વિડિયોમા બિહારી શ્રમજીવીઓજ આપસમા ઝઘડી રહયા છે. જ્યારે બીજા વીડિયો કોઇમ્બતુરનો છે. જ્યા સ્થાનિકો આપસમાં ઝઘડી રહયા છે. આમ DGP શૈલેન્દ્રના ખુલાસા મુજબ આક્ષેપો ખોટા કરવામા આવી રહ્યા છે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security