Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchઝઘડિયાથી નીકળેલ ૨૦.૯૭ લાખનો કોસ્ટિક સોડા મુંબઈ પહોંચે તે પહેલા સગેવગે

ઝઘડિયાથી નીકળેલ ૨૦.૯૭ લાખનો કોસ્ટિક સોડા મુંબઈ પહોંચે તે પહેલા સગેવગે

  • ટ્રક ચાલક તમામ મુદ્દામાલની ચોરી કરી ફરાર
  • ચીખલી હાઇવેની સહયોગ હોટલ પાસે ટ્રક ખાલી ખમ હાલતમાં મળતા ટ્રાન્સપોર્ટના માલિકને માલુમ પડ્યું

ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.સી.એમ.કંપનીમાંથી ૨૦.૯૭ લાખનો કોસ્ટિક સોડા લઇ મુંબઈ ખાતે નીકળેલ ટ્રકના ચાલકે બરોબર સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

મુંબઈના પીવીલીયન બિલ્ડીંગ ખાતે રહેતા જય વિજય નગીનદાસ મહેતા કેમિકલ ટ્રેડરનો વ્યવસાય કરે છે જેઓ ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.સી.એમ.કંપનીમાં મુંબઈ સુધી માલ પહોંચાડવાનો મહિનો કોન્ટ્રાક્ટ હોય છે જેઓએ અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખનો સંપર્ક કર્યો હતો અને ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.સી.એમ.કંપનીમાં કોસ્ટિક સોડા પ્લેક્ષ-૩૦ મેટ્રિક ટન માટે ૬૦ હજારનું ભાડું નક્કી કરવામાં આવ્યું હતું જે કોસ્ટિક સોડા પ્લેક્ષ-૩૦ મેટ્રિક ટન ટ્રક નંબર-જી.જે.૧૬.એ.વી.૩૯૦૮ લઇ ચાલક અમિત મુકેશ કનેરિયા ગત તારીખ-૧૧ ઓક્ટોબરના રોજ મુંબઈ ખાતે જવા નીકળ્યો હતો જે બાદ ચાલકનો સંપર્ક નહિ થતા ટ્રાન્સપોર્ટના માલિકે ફરી સંપર્ક કરવાની કોશિશ કરી હતી અને અંકલેશ્વરના એસ ટ્રાનર્સ ઇન્ડિયા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના માલિક સમીર અહેમદ ઉમરફૈશલ શેખને જાણ કરતા તેઓએ તપાસ કરતા ટ્રક ચીખલીની સહયોગ હોટલ પાસેથી ખાલી હાલતમાં મળી આવી હતી જેથી ટ્રકના ચાલકે તમામ ૨૦.૯૭ લાખનો મુદ્દામાલ સગેવગે કરી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security