બીસીસીઆઈએ કરારબદ્ધ ભારતીય મહિલા ક્રિકેટરો માટે પગારની ઈક્વિટી નીતિ જાહેર કરી છે. BCCIની નવી પોલિસી હેઠળ હવે મેચ ફી પુરૂષ અને મહિલા ક્રિકેટર બંને માટે સમાન હશે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ અંગે ટ્વીટ કર્યું છે. તે જ સમયે, આ જ ટ્વિટને BCCI દ્વારા રિટ્વીટ કરવામાં આવ્યું છે.

સમાનતાના અધિકાર હેઠળ BCCIનું શાનદાર પગલું :
સમાનતાના અધિકાર હેઠળ પુરૂષ અને મહિલા ક્રિકેટરો બંને માટે મેચ ફી સમાન રાખવાના નિયમને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. તેનાથી મહિલા ક્રિકેટરોનું મનોબળ વધશે અને નવી પ્રતિભાઓ ભારતીય મહિલા ટીમમાં જોડાશે.
નવી ફી નીચે અનુસાર છે
- ટેસ્ટ મેચ : 15 લાખ
- ODI મેચ : 6 લાખ
- T20 મેચ : 3 લાખ




