છેલ્લ કેટલાક દિવસોથી એમ. એસ. યુનિવર્સીટીના એમ એમ હોલમાં રાજસ્થાની બાબુઓ બેફામ બન્યા હોવાની વિગતો બહાર આવી રહી છે એટલુ જ નહિ પરંતુ વિડિયો પણ વાયરલ થઇ રહ્યા છે તેની સામે હોસ્ટેલના સત્તાધીશો બેજવાબદાર હોય તેવું પણ લાગી રહ્યું છે. હાલમાં જ મ સ યુનિવર્સીટીના એમ એમ હોલમાં રાજસ્થાની બાપુઓ ચિકન અને દારૂની પાર્ટી કરતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. જો કે તેની સામે હોસ્ટેલ સત્તાધીશોએ પાર્ટી માણી રહેલા 16 માંથી 10 વિદ્યાર્થિઓ કયા છે તે શોધી નાખ્યા હોવાનો દાવો કર્યો છે સાથે જ વિદ્યાર્થિઓ સામે કમિટી બનાવી તેમની સામે હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવી વિગત જાણવા મળી રહી છે. ચિકન અને દારૂની પાર્ટીના વાયરલ થયેલ વીડિયોમાં.. ચિકન.. કુકડું.. કુ.. ગીત વાગતુ હોવાનુ પણ જણાયું છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપુત, વડોદરા)