Home Entertainment OTT પ્લેટફોર્મ પર કામ કરવા કિશોર ઘરેથી ભાગ્યો પરંતુ અધવચ્ચેથી પાછો આવ્યો…

OTT પ્લેટફોર્મ પર કામ કરવા કિશોર ઘરેથી ભાગ્યો પરંતુ અધવચ્ચેથી પાછો આવ્યો…

0
  • બાળ કલ્યાણ સમિતિ સામે કિશોરે પોતાની પરિસ્થિતિ જણાવી…

દેશના બરેલી પંથકના ઍક વિસ્તારનો કિશોર ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. તેને OTT પ્લેટફોર્મ પર વેબસિરીઝ જોવાનો શોખ હતો. તેવામાં ધોરણ 12ની ટેસ્ટ પરીક્ષામાં તેના માર્કસ ઓછા આવતાં તેના શિક્ષકે કિશોરને ધમકાવ્યો હતો. તેથી કિશોર ઘરેથી મુંબઈ જવા કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. વેબ સિરીઝ બનાવવા વાળાઓનો સંપર્ક કરતા કિશોરને 45 મિનિટના શૂટિંગ માટે રૂ 3 લાખ કરતાં વધુ રકમ આપવાની ઓફર કરવામાં આવી હતી. કિશોર મુંબઈ આવવા ટ્રેન લમાં સવાર થયો હતો ત્યારે ટ્રેનમાં બાળકો માટે રડતી માતાને જોઈ કિશોરને લાગ્યું કે મારી માતા પણ આવીજ રીતે રડતી હશે.. તેથી તે ઘરે આવવા પરત ફરી રહયો હતો તેવામાં રેલ્વે પોલીસની નજર કિશોર પડી. કિશોરને બાળ કલ્યાણ સમિતિ સામે રજૂ કરવામાં આવ્યો જ્યાં કિશોરે તેની આપવીતી જણાવી હતી. સમિતિએ તેને તેના માતાપિતાને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version