Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchU-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની ટીમ બની વિજેતા...

U-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની ટીમ બની વિજેતા…

Published by : Rana Kajal

આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ, શિરડી- મહારાષ્ટ્ર દ્વારા દર વર્ષે U-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. જેમાં આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી ભરૂચ જિલ્લાની ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. આ ઉપરાંત, અન્ય 5 રાજ્યની ક્રિકેટ ટીમોએ પણ ભાગ લીધો હતો. 

જેમાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાની U-16 ક્રિકેટ ટીમે ખુબ જ સુંદર પર્ફોમન્સ કરી ફાઇનલમાં પહોંચ્યા હતા.

આ ઉપરાંત ગુજરાત- ભરૂચ તથા મુંબઈ-પવાઈ વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યની ભરૂચની ટીમ વિજેતા બની… ભરૂચ જિલ્લાનું તથા ભરૂચ U-16 ક્રિકેટ એસોસિયેશનનું ગૌરવ વધાર્યું છે.

આ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે પવિત્ર ગર્ગની પસંદગી થઇ હતી તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે મલ્હાર પટેલની પસંદગી થઇ હતી તેમજ ઇમેજિંગ પ્લેયર તરીકે પ્રિત ગાંધીની પસંદગી થઇ હતી. આ ક્રિકેટ મેચમાં કેપ્ટન તરીકે યુગ પટેલ દ્વારા મહત્વની જવાબદારી અદા કરી નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ક્રિકેટ કોચ મિનેષસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ પોતાનું કૌવત પ્રદર્શિત કર્યું હતું. આ સંદર્ભે કોચ સહિત તમામ ખેલાડીઓ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કરે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!