- આમ આદમી પાર્ટીએ 20 પ્રચારકોની યાદી જાહેર કરી…
- કેજરીવાલ, ભગવંત માન, મનીષ સીસોદિયા પ્રચારકોની યાદીમાં સામેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગ્યાં છે ત્યારે દરેક પક્ષો તરફથી પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને મહત્વની માહિતી આપી છે. ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામથી તો મનોજ સોરઠીયા કારંજ બેઠક પરથી ચૂંટણી લડશે અંગેનું ટ્વિટ કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યાં છે.કેજરીવાલ, ભગવંત માન, મનીષ સીસોદિયાને પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. તો યુવા નેતાઑ રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની 12 યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં આમ આદમી પાર્ટીએ કુલ 159 ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મીટિંગ પણ કરી લીધી છે. કોંગ્રેસની હજી 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઈ છે.




