- 3 દિવસ ચાલનાર પ્રક્રિયામાં પ્રથમ દિવસે અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભા માટે મંતવ્યો લેવાયા..
- સંગઠન, ચૂંટાયેલ સભ્યો તથા દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા…
આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં નિરીક્ષક તરીકે ભાજપાના ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અને નિમીષાબહેન સુથારની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ ભુપેન્દ્રસિંહ હાજર રહ્યા ન હતા.જયારે અન્ય બે નિરીક્ષકો દ્વારા પહેલા અંકલેશ્વર અને ત્યાર બાદ ભરૂચ માટેના મંતવ્યો જાણવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અંકલેશ્વર વિધાનસભા માટે મુખ્ય વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શાંતાબહેન પટેલ, લઘુ ઉદ્યોગ ભરતીના અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ, સુરેશ પટેલ, ભરત પટેલ હરીપુરા, મનીષાબહેન પટેલ, જનક શાહ, સહિતના અગ્રણીઓએ દાવેદારી નોંધાવી હતી.




