Published by : Rana Kajal
દેશના શહેરોમાં બેકારી વધી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેકારી ઘટી… દેશમાં વિવિઘ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો હોવા છતાં દેશમાં બેકારીની સમસ્યામાં કોઇ રાહત પ્રાપ્ત થઈ નથી. તેનાંથી વિપરીત બેકારીના દરમાં વધારો થઈ રહ્યો છે. હાલમા બેકારીનો દર છેલ્લા ચાર મહિનાની ટોચે રહ્યો હતો. જેમ કે માર્ચમાં બેરોજગારીનો દર 7.8 ટકા હતો. જે વધીને એપ્રિલમાં 8.11 થયો હતો. જ્યારે દેશમાં શહેરોમાં બેકારીનો દર 8.51 ટકાથી વધીને 9.81 ટકા સુઘી પહોચી ગયો હતો. સરકારનો દાવો છે કે નવી નોક્રીઓનું સર્જન થઈ રહ્યું છે. પરંતુ આ નવી નોકરીઓના સર્જનની અસર હજી બેકારીના દર ઘટાડૉ કરી શકી નથી.




