મંદી અને મોઘવારી વચ્ચે હવે ગૂજરાત રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવો વધારાતા બિલ્ડરોને જંગી નુક્શાન થવાની સંભાવનાં જણાઈ રહી છે સાથે જ હવે દસ્તાવેજો કરવા પણ ખૂબ મોંઘા પડશે. જેની વિપરીત અસર રિયલ એસ્ટેટ પર પડશે.
ગુજરાત રાજ્ય સરકારે ગતરોજ શનિવારે સાંજે અચાનક જંત્રીના દર બમણા કરવાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. સોમવારથી રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ થશે. ત્યારે બિલ્ડર એસોસિએશન નારાજ હોવાનું અત્યારથીજ જણાઈ રહ્યું છે. બિલ્ડર એસોસિએશનના જણાવ્યાં મુજબ સરકારના એકાએક નિર્ણયને કારણે યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેડાઈ બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી સોમવારના રોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ એસોસિએશન પ્રમુખે જણાવ્યું છે. જૉકે મંદી અને મોઘવારીની પરિસ્થિતી વચ્ચે સરકારનો આ નિર્ણય બિલ્ડરો અને સાથે સાથે લોકોને વિપરીત અસર કરશે એમ જણાઈ રહ્યું છે.




