Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratદિનેશ પટેલ (દિનુ મામા) ઘરવાપસી, ચૂંટણીમાં BJPએ ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી...

દિનેશ પટેલ (દિનુ મામા) ઘરવાપસી, ચૂંટણીમાં BJPએ ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી ફરી કેસરિયો ધારણ કરશે…

Published by : Vanshika Gor

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી માં પાદરાની બેઠક પરથી ભાજપે ટિકિટ ન આપતા પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) બળવો કરી તેમના સમર્થકો સાથે મળી ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યા હતા અને તેમનો પરાજય થયો હતો. ત્યારે હવે પૂર્વ ધારાસભ્યએ હોળી બાદ ફરીથી ભાજપ સાથે જોડાવવાનું જાહેર કરતા પાદરા અને જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.

અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય દિનુ મામાને પાદરાની બેઠક પરથી ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે ટિકિટ ન ફાળવતાં દિનુ મામા એ ભાજપ સામે બળવો કરી ભાજપને રામ રામ કરી દેતા નારાજ દિનુ મામાને ભાજપના મોટા નેતાઓ દ્વારા પણ સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ નારાજ દિનુ મામાએ પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણીમાં ઝપલાવ્યું હતું. જેથી પક્ષ વિરુદ્ધની કામગીરી કરવા બદલ દિનુ મામાને ભાજપ પક્ષમાંથી ભાજપે 22 નવેમ્બર, 2022ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા પછી દિનુ મામાએ બરોડા ડેરીમાં પ્રમુખ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.

બરોડા ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે અને તેને જોતાં દિનુ મામાએ ફરી એક વખત ભાજપ જોડાવાનું નક્કી કર્યું હોય તેવી ચર્ચાએ પાદરા અને જિલ્લા ભાજપ રાજકારણમાં જોર પક્ડયું છે. હોળી પછી 8 માર્ચએ દિનુ મામા 46 કાર્યકર્તા સાથે ફરીથી ભાજપનો હાથ પકડી કેસરિયા ધારણ કરશે. પૂર્વ ધારાસભ્ય અને 8 વર્ષથી બરોડા ડેરીના પ્રમુખ પદ પર રહેલા પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ જણાવ્યું હતું કે, અપક્ષમાંથી ચૂંટણી લડ્યા પછી અન્ય કોઈ પાર્ટીમાં જોડાવવાનો વિકલ્પ નથી રહ્યો એટલે જ ફરી થી ભાજપમાં જોડાવા નો નિર્ણય કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security