ફિલ્મ અભિનેત્રી મલાઇકા અરોરાએ એકવાર ફરી તેમની બોલ્ડ તસ્વીર સોશિયલ મીડિયા પર ફેંસ સાથે શેર કરી છે. આ તસ્વીરોમાં મલાઇકા લીલા રંગની ટ્રાન્સપેરેન્ટ અને બોલ્ડ ડ્રેસમાં જોવા મળી રહી છે.વાસ્તવમાં મલાઇકા અરોરાનું આ લુક આયુષ્માન ખુરાનાની અપકમીંગ ફિલ્મ એન એક્શન હીરોના આઈટમ નંબર ‘આપ જૈસા કોઈ’ નું છે. આ ગીત તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. મલાઇકાની આ તસ્વીર પર થોડા જ કલાકોમાં લાખો લાઇક્સ મળી ચૂક્યા છે. ઘણાં યુઝર્સે તસ્વીર પર કમેંટ પણ કરી રહ્યા છે અને મલાઇકાના લુક પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મલાઇકા અરોરા ઓટીટી પર ડેબ્યૂ કરવાની છે. ડિઝની પ્લસ હૉટસ્ટાર પર મલાઇકાનો શો આવશે. તેના શો નું નામ મૂવિંગ વીદ મલાઇકા રાખવામાં આવ્યું છે. આ 5 ડિસેમ્બર સ્ટ્રીમ થશે.




