Published By : Disha PJB
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને એસિડ પીવડાવ્યું ત્યારબાદ પોતે પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકોએ માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે. અને આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં રહેતા બલબીર કેવટ જેઓ કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની અંજુ અને તેમની દોઢ વર્ષની દીકરી શિખા જેઓને ગતરોજ સાંજે તેમની માતા અંજુએ કોઈ કારણોસર એસિડ પીવડાવી દીધું હતું અને ત્યારબાદ પોતે પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પુત્રીને સારવાર માટે 108 એમ્બયુલેન્સમાં નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશન પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ જણાવ્યું કે, આ ઘટના ગતરોજ બપોરે બની હતી. અમને સિવિલ પોલીસ ચોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. હાલ તો આ મામલે આપઘાતનો પ્રયાસ કરનાર બલબીર કેવટનું જ નિવેદન લીધું છે. તેમને પણ ખ્યાલ નથી કે તેમની પત્નીએ શા માટે તેમની પુત્રી અને પોતે એસિડ પીધું છે. અને સ્થાનિક કોઈકે જણાવ્યું હતું કે, માતા પુત્રી બંનેએ એસિડ પીધા બાદ મૉટે મૉટેથી ઘાંટો પાડતા તેઓને ખબર પડી હતી. માતા અંજુબેન હાલ પણ બેભાન અવસ્થામાં છે. જેથી તેમનું નિવેદન લેવાનું બાકી છે. અને પુત્રી સીખાને હોસ્પિટલના પીઆઈસીયું વોર્ડમાં દાખલ કરવામાં આવી છે તેની સ્થિતિ પણ નાજુક છે, જે 17 મહિનાની જ છે. માતાનું નિવેદન લીધા બાદ જ આપઘાત કરવા પાછળનું કારણ બહાર આવી શકશે. અને તેમનો ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પરંતુ તેમના ફોન થકી કશું જાણી શકાયું નથી.




