- અમદાવાદ શહેરમાં નદીના તટ પાસે આવેલ બાપાનુ પૌરાણિક મંદિર લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર
- પેશ્વાકાલીન સમયમાં નિર્માણ થયેલ બાપાનું મંદિર
અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા વસંત ચોકમાં પૌરાણિક ગણેશ મંદિર આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વાકાલીન સમયમાં થયું હતું. આ મંદિરમાં ગજાનંદની 2 અલગ અલગ પ્રતિમાઓ મુકવામાં આવેલી છે, જેમાં એક પ્રતિમા જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની છે. જ્યારે બીજી પ્રતિમા આરસપહાણની સિંદૂરી રંગની છે, જે ડાબી સૂંઢવાળા છે. આ મંદિર અમદાવાદીઓનું આસ્થાનું સ્થાન છે. આ ગણેશ મંદિરમાં બારે માસ ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. ભક્તો આ મંદિરમાં બાપાની પ્રિય એવા બુંદીના લાડુ ચડાવવાનું ચૂકતા નથી.
લાલ દરવાજા મંદિર 300 વર્ષ પ્રાચીન અમદાવાદ શહેરના સાબરમતી નદીના તટ પાસે આવેલા બાપાનું મંદિર અંદાજે 300 થી 400 વર્ષ પહેલાં નિર્માણ થવાનું હતું. જે સમયે પેશ્વાકાલીન સમય હતો..જેથી બાપાની પ્રતિમાની સ્થાપના કરવા આસપાસની જગ્યામાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અન્ય એક પ્રતિમા બાપાની પ્રગટ થઈ હતી. જે સ્વંમભુ પ્રગટ થઈ હોવાથી લોકોમાં માન્યતા પણ ખુબજ વધી ગઈ હતી. જેથી અન્ય પ્રતિમાની બાજુમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ગણપતિ બાપાને બિરાજમાન કરવા આવ્યા હતા.
બાપા પ્રત્યે લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે. લાલા દરવાજાના ગણપતિ બાપા પ્રત્યે દેશ અને વિદેશમાં લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે. બાપાના દર્શન માટે ચોથના દિવસે અને મંગળવારે એક કિલોમીટરથી વધુની લાંબી લાઈનો લાગતી હોય છે. એક માન્યતા પ્રમાણે ગણપતિ બાપા સમક્ષ કોઈને ઘરનું ઘર ન થતું હોય, બાળકનો જન્મ ન થતો હોય અથવા લગ્નની સમસ્યા રહેલી હોય અને બાપા સમક્ષ મનોકામના રાખવાથી તે પૂર્ણ થતી હોવાનો લોકોનો અનુભવ પણ રહેલો છે.