આજે તા 3ઓક્ટોબરે ભારતીય વાયુ સેનાને નવી તાકાત પ્રાપ્ત થઇ છે. દેશમાં વિકાસ કરાયેલ હલકા લડાયક 15 હેલિકોપ્ટરને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. રાજસ્થાનના જોધપુર ખાતે યોજાયેલ આ અંગેના કાર્યક્રમમાં કેન્દ્રીય સરક્ષ્ણ મંત્રી રાજનાથ સિંહ તેમજ પ્રમૂખ એર ચીફ માર્શલ બિ. આર. ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધવુ રહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા યોજાયેલ સુરક્ષાની મંત્રીમંડળની સમિતિ CSSની બેઠકમાં 15 LCHને રૂ 3887 કરોડમાં ખરીદવા નિર્ણય લેવામાં આવ્યો હતો જૉકે 15 હેલિકોપ્ટરમાંથી 10 વાયુસેના અને 5 ભૂમિદળમાં સામેલ કરવામાં આવશે એમ જાણવા મળેલ છે હલમાંજ વાયુસેનામાં ચિનુક અને અપાચે જેવા અધતન હેલિકોપ્ટરોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે જેના કારણે હવે ભારતીય વાયુ સેના ઉંચા પર્વતીય વિસ્તાર કે રણ વિસ્તારમાં પણ દુશ્મનને જવાબ આપવામાં સક્ષમ છે.