છેલ્લા કેટલાક દિવસોથી ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં કમોસમી વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે આવી કુદરતી આફતના પગલે ખેડૂતોને પારાવાર નુક્શાન થયુ છે. જેના પગલે આર્થિક રીતે ખેડુતો પડી ભાંગ્યા છે તેથી ઉત્તર પ્રદેશમાં છેલ્લા 8 દિવસોમાં 4 ખેડુતોએ આત્મ હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છૅ જેમકે ઉત્તર પ્રદેશનાં ફિરોઝાબાદ જિલ્લાનાં ખેડૂત ઘનશ્યામે ઉધાર રૂ 70હજાર લઈ ખેતી કરી હતી. પરંતુ અતિવરસાદના પગલે ખેતી નિષ્ફળ જતા ઘનશ્યામે આત્મહત્યા કરી હતી. આવો જ કરુણ બનાવ કાનપુર જિલ્લામા પણ બન્યો હતો ઉત્તર પ્રદેશમા છેલ્લા 8 દિવસોમા 4ખેડૂતોએ આત્મ હત્યા કરતાં ખેડૂતોની પરિસ્થિતી વરસાદ અને પૂરના કારણે કેટલી કરુણ બની ગઇ છે તેનો ચિતાર આવી શકે છે.