સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે હવે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આજે સવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેઓએ ૮૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. યુરિન ઈન્ફેક્શનના કારણે ૨૨ ઓગસ્ટના રોજ તેઓને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની હાલત વધુ લથડી હતી. તેથી તેઓને ૧ ઓકટોબરના આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિમાં સુધારો ન થતા તેઓને વેન્ટીલેટર પર સ્વીફ્ટ કરવામાં આવ્યા હતા.
મુલાયમ સિંહ યાદવ સતત ત્રણ વખત ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે કેન્દ્ર સરકારમાં રક્ષામંત્રી તરીકે પણ કાર્યકાળ નિભાવ્યો હતો. આ સિવાય આઝમગઢ અને સાંભલમાથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓને નેતાજી તરીકે પક્ષનાં કાર્યકરો ઓળખતા હતા.
મુલાયમ સિંહ યાદવનો જન્મ 22 નવેમ્બરનાં 1939 દિવસે સૈફઇમાં થયો હતો. વર્ષ 1989માં તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. મુલાયમસિંહ યાદવનો પુત્ર અખિલેશ યાદવ પણ UPના મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે.