Home News Update Health જોનસન એન્ડ જોનસનના બેબી પાવડરનું વેચાણ બંધ થશે

જોનસન એન્ડ જોનસનના બેબી પાવડરનું વેચાણ બંધ થશે

0

એક સમયે દરેક ઘરોમાં વપરાતો જોનસન એન્ડ જોનસનનો બેબી પાવડર હવે 2023ના વર્ષથી ગાયબ થવા જઈ રહ્યો છે. હાલ ફાર્મા કંપની હજારો કન્ઝ્યુમર કેસનો સામનો કરી રહી છે. કંપનીએ લાખો લોકોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ટેલ્ક બેઝ્ડ બેબી પાવડરના વેચાણને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. 

ગર્ભાશયનું કેન્સર થતું હોવાના આક્ષેપ

મહિલાઓએ આ પાવડરના ઉપયોગના કારણે તેમને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ હોવાની ફરિયાદ કરી હતી. આશરે 35,000 જેટલી મહિલાઓએ પ્રોડક્ટના વિરોધમાં ફરિયાદો કરી હતી આ કારણે અમેરિકા અને કેનેડામાં તેની ડિમાન્ડમાં ભારે ઘટાડો થયો હતો. વેચાણ ઘટવાના કારણે અમેરિકા અને કેનેડાએ 2020માં તે પાવડર પર પ્રતિબંધ મુકી દીધો હતો. જોકે આજે પણ બ્રિટન સહિત વિશ્વના અનેક દેશમાં આ પાવડરનું વેચાણ થઈ રહ્યું છે. 

J&J સામે 19,400 કેસ દાખલ

કંપની સામે હાલ 19,400 જેટલા કેસ દાખલ છે. આરોપ પ્રમાણે આ ટેલકમ પાવડરના કારણે લોકોને ડિમ્બગ્રંથિનું કેન્સર થાય છે. તેનાથી મેસોથેલિયોમા કેન્સર થાય છે જે ફેફસાં તથા અન્ય અંગો પર હુમલો કરે છે. અત્યાર સુધીમાં કોર્ટમાં જેટલા કેસ અંગે ચુકાદો આવી ગયો છે તેમાં 12માં કંપનીને જીત મળી છે જ્યારે 15માં કંપનીના વિરૂદ્ધમાં નિર્ણય આવ્યો છે. અમેરિકાની એક કોર્ટે આ પાવડરના કારણે ઓવરિયન કેન્સર થતું હોવાથી કંપનીને 15 હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

કંપનીનું નિવેદન

જોનસન એન્ડ જોનસને ગુરૂવારના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પોર્ટફોલિયો એસેસમેન્ટ તરીકે અમે તમામ કોર્નસ્ટાર્ચ આધારીત બેબી પાવડરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની 1894થી પોતાના બેબી પાવડરનું વેચાણ કરી રહી છે. અનેક દશકાઓથી કંપનીની સિમ્બોલિક પ્રોડક્ટ રહેલા બેબી પાવડરે કંપનીને તગડી કમાણી પણ કરાવી છે. પરંતુ હવે સમગ્ર વિશ્વમાં આ પાવડરનું વેચાણ બંધ કરી દેવામાં આવશે. કંપનીએ પોતે પણ પોતાના પાવડર પર રિસર્ચ કર્યું હતું અને ટેલ્ક બેબી પાવડર સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. કંપનીના કહેવા પ્રમાણે તેનાથી કેન્સર નથી થતું. 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version