Home News Update Nation Update દીપાવલી પર્વ દરમિયાન બજારમાં ધનવર્ષા થાય તેવો અણસાર…

દીપાવલી પર્વ દરમિયાન બજારમાં ધનવર્ષા થાય તેવો અણસાર…

0

નવી દિલ્હી

દીપાવલીનાં પર્વના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે હાલના દિવસોમાં પર્સનલ લોન લેતા લોકોની સંખ્યામાં ખુબ વધારો થઈ રહયો છે એમ પણ કહી શકાય કે બજારોમાં ધનની વર્ષા થઈ રહી છે.આ તહેવારોની સિઝનમાં ભારતીયોમાં પર્સનલ લોનનું ચલણ દીવસે દીવસે ખુબ ઝડપથી વધી રહ્યુ છે. તેનાથી લોકોની ખરીદ શક્તિમાં ખુબ વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર ઓવરઑલ રિટેલ લોનમાં ગ્રોથ જોવા મળ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન પ્રિ-કોવિડ સ્તર એટલે કે વર્ષ 2019ની સરખામણીમાં આશરે બમણી કરતાં વધુ થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે પર્સનલ લોનમાં જેટલો વધારો મહાનગરો મુંબઈ-દિલ્હી જેવા શહેરોમાં થયો છે લગભગ તેટલો જ વધારો અન્ય શહેરો-જિલ્લા મથકોમાં પણ નોંધાઇ રહયો છે.

ક્રેડિટ બ્યૂરો સીઆરઆઈએફ હાઈમાર્કના હાલના રિપોર્ટ મૂજબ, માર્ચથી સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં પર્સનલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન 25% સુધી વધી ગઇ છે, આમ લોકોની ખરીદ શક્તિમાં વધારો થતા તેની સીધી અસર બજારોમાં જણાય અને તેથી મંદીના ઓછાયામાં પણ તેજીનું કિરણ વેપારીઓને જણાઈ રહ્યુ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version