Home Bharuch Devotional પગપાળા સંઘ સાથે શ્વાનની માઇ ભક્તિ

પગપાળા સંઘ સાથે શ્વાનની માઇ ભક્તિ

0
  • વડુંના શ્વાનની જંબુસરના સંઘ સાથે અનોખી ભક્તિ, 9 દિવસથી જોડાય 96 કિમી પગપાળા ચાલ્યું
  • જંબુસર ભવાની પદયાત્રા સંઘ ઇડર સપવાડા પોહચ્યું, જ્યાંથી અંબાજી પોહચી ધ્વજા ચઢાવશે
  • વડુંથી સાથે સંઘમાં જોડાયેલા શ્વાનને લઈ માઇ ભક્તો અને લોકોમાં ભારે અચરજ

ભરૂચ જિલ્લાના જંબુસર જય ભવાની પદ યાત્રા સંઘ અંબાજી ભાદરવી પૂનમ ભરવા પગપાળા નીકળ્યો હતો.

ભરૂચ જિલ્લાના જંબુસર જય ભવાની પદ યાત્રા સંઘ અંબાજી ભાદરવી પૂનમ ભરવા પગપાળા નીકળ્યો હતો. વડોદરા જિલ્લાના વડું ગામે સંઘ પ્રવેશતા જ 20 કિલોમીટર પોહચેલા સંઘ સાથે એક શ્વાન જોડાયો હતો.આ શ્વાન સંઘ સાથે જોડાઈ તેમની સાથે જ અંબાજીના દર્શન કરવા પગપાળા નીકળ્યો હતો. આજે 9 દિવસથી આ શ્વાન સંઘ સાથે ચાલી 96 કિમીનું અંતર કાપી અનોખી માઇ ભક્તિ કરી રહ્યો છે. જેને જોઈ સંઘના લોકો અને રસ્તામાં દરેક તેને જોઈ આશ્ચર્યમાં મુકાઈ રહયા છે.આ શ્વાન વડું ગામથી જંબુસરના ચિરાગ નામના યુવક સાથે જોડાઈ ગયું હતું. આજે એક મહિલાએ આ શ્વાનને ખવડાવવા રૂપિયા 500 નું દાન પણ આપ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version