Home News Update Nation Update ભારતીય રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.50%નો વધારો કર્યો

ભારતીય રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.50%નો વધારો કર્યો

0

દેશમાં મોંઘવારી વધવાની સાથે સાથે હવે ભારતીય રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.50%નો વધારો કર્યો છે. તેના કારણે રેપોરેટ 4.90%થી વધીને 5.40% થઈ ગયો છે. એટલે કે હવે હોમલોનથી લઈને ઓટો અને પર્સનલ બધી લોન મોંઘી થઈ જશે. પરિણામે ગ્રાહકોનો EMI વધી જશે. વ્યાજદરો પર નિર્ણય લેવા માટે 3 ઓગસ્ટથી મોનિટરી પોલિસી કમિટીમાં મીટિંગ ચાલતી હતી. RBI ગવર્નરે શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે.

RBI ગવર્નરે શું કહ્યું?

  • રેપોરેટમાં 0.50% વધારવાનો નિર્ણય
  • FY23 રિયલ GDP ગ્રોથ અંદાજ 7.2% પર યથાવત
  • સપ્લાય વધવાના કારણે તેલની કિંમતોમાં ઘટાડો
  • FY23માં મોંઘવારી દર 6.7% શક્ય
  • કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ચિંતાનો વિષય નથી.
  • ભારતીય અર્થવ્યવસ્થા પર મોંઘવારીની અસર.
  • ગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય નથી.
  • MSF 5.15%થી વધીને 5.64%
  • MPC બેઠકમાં અકોમોડેટિવ પરત લેવા પર ફોકસ
  • એપ્રિલની સરખામણીએ મોંઘવારીમાં ઘટાડો થયો છે.
  • શહેરી માંગમાં સુધારો જોવા મળ્યો છે.
  • બેન્કોમાં ક્રેડિટ ગ્રોથમાં વાર્ષિક 14%નો વધારો
  • સારા ચોમાસાથી ગ્રામીણ માંગ પણ વધવાની શક્યતા

રેપોરેટનું EMI કનેક્શન

રેપોરેટ એ વ્યાજદર છે જેના પર બેન્કો RBI પાસેથી લોન લે છે. જ્યારે રિવર્સ રેપોરેટ તે દરને કહે છે જેના પર બેન્કો RBIમાં પૈસા જમા કરે છે અને RBI તેમને વ્યાજ આપે છે. અત્યારે રિવર્સ રેપોરેટ 3.35% છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. તેનાથી EMI પણ ઘટી શકે છે. તે જ રીતે જ્યારે રેપોરેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાના કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘુ થાય છે.



NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version