રાજ્યસભામાં હંગામાને કારણે ઉપસભાપતિએ 11 સાંસદોને એક સપ્તાહ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે
રાજ્યસભામાં હંગામાને કારણે ઉપસભાપતિએ 10થી વધુ સાંસદોને એક સપ્તાહ માટે ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલના સુષ્મિતા દેવ, ડૉ. શાંતનુ સેન અને ડોલા સેન સહિત અનેક રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. આ સાંસદોને ગૃહના વેલમાં પ્રવેશવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ગૃહના આ સપ્તાહના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.