રાત્રે મોબાઇલ પર સોશિયલ મીડિયા સ્ક્રોલિંગથી ઊંઘ બગડવા ઉપરાંત હતાશા અને વજન પણ વધે છે
રાતના સમયે મોબાઇલ પર સતત સ્ક્રોલિંગની લત યુવાઓનું સ્વાસ્થ્ય બગાડી રહી છે . સોશિયલ મીડિયા ગતિવિધિઓથી અપડેટ રહેવા માટે યુવાનો દિવસભર કામ પૂર્ણ કર્યા બાદ રાત્રે સ્ક્રોલિંગ કરે છે. પરંતુ આ સ્ક્રોલિંગ માત્ર કેટલીક મિનિટોને બદલે કલાકો સુધી ચાલે છે. જેને કારણે ઊંઘ બગડે છે અને અન્ય બીમારી થવાની પણ સંભાવના રહે છે. રાત્રે સોશિયલ મીડિયા પર ઑનલાઇન રહેવાના આ ઝનૂનને રિવેન્જ બેટ ટાઇમ પ્રોકાસ્ટિનેશન કહેવામાં આવે છે. વાસ્તવમાં, કેટલાક રિસર્ચ અનુસાર રાત્રે સ્ક્રોલિંગ કરવાથી અને મોડા સુવાથી હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હૃદય સંબંધિત બીમારી ઉપરાંત વજન વધવાની તેમજ હતાશાની સમસ્યા પણ જોવા મળી શકે છે.
મોબાઇલ બીજા રૂમમાં રાખીને સુવાથી ગાઢ ઊંઘ આવે છે…
રિસર્ચમાં સામેલ વિજ્ઞાનીઓ અનુસાર આ સ્થિતિ તે માટે ચિંતાજનક છે કારણ કે યુવાનો બધું જ જાણતા હોવા છતાં પર્યાપ્ત ઊંઘ લેવાને બદલે મોડી રાત સુધી સ્ક્રોલિંગ કરે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે સ્ક્રીન ટાઇમ ઘટાડવો જરૂરી છે. વિજ્ઞાનીઓએ સૂચન આપતા કહ્યું કે રાત્રે સ્ક્રીનની લતથી દૂર રહેવા માટે તમારા મનપસંદ શો જોવાનું ટાળો. સૂતા પહેલાં સ્ક્રોલિંગ પસંદ છે તો ફોનમાં ટાઇમર લગાડો. એપના નોટિફિકેશનને કેટલાક કલાકો માટે બ્લોક કરી શકો છો. જે લોકો પોતાના રૂમમાં મોબાઇલ રાખીને સૂવે છે તેમની ઊંઘ ઓછી ગાઢ હોય છે. ત્યાં સુધી કે જે લોકો સૂતા પહેલાં મોબાઇલ અથવા અન્ય ગેજેટ્સનો વધારે ઉપયોગ નથી કરતા તે લોકો અન્ય લોકોની તુલનાએ ઓછી ઊંઘ લે છે, જેના ગેજેટ્સ બીજા રૂમમાં હોય છે