Home International હવે માનવીની હરીફાઈ સીધી રોબોટ સાથે થતાં બેરોજગારી ની સમસ્યા વધુ વકરશે…

હવે માનવીની હરીફાઈ સીધી રોબોટ સાથે થતાં બેરોજગારી ની સમસ્યા વધુ વકરશે…

0
  • વિવિઘ ક્ષેત્ર માં હવે રોજગાર માટે માનવી એ રોબોટ સાથે હરીફાઈમાં ઉતરવું પડે તે દિવસો હવે દૂર નથી

ન્યુયોર્ક

હવે તો વાઇટ કૉલર જૉબમાં એટલે કે ઉંચા હોદ્દા પરની ફરજો માટે પણ કંપનીઓ રોબોટને હાયર કરી રહી છે અને રોબોટ પાસે કામ લઈ રહી છે.હવે તો આ મશીનો માણસોની માફક રિસર્ચ પણ કરે છે.જૉકે ઉત્પાદનની કામગીરીમાં લાંબા સમયથી રોબોટનો ઉપયોગ થઇ રહ્યો છે પરંતુ હવે વાઇટ કૉલર જોબમાં પણ તેનો ઉપયોગ વધ્યો છે. ઓટોમેશનના આ દોરમાં હવે એ આઇ એટલેકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ કામ કરવાની રીતને વધુ આધુનિક બનાવી રહી છે. ઓટોમેશન એ દિશામાં વધી રહ્યું છે જ્યાંથી કમ્પ્યૂટર એ નિર્ણય લેવામાં પણ સક્ષમ હશે જે માત્ર માણસો માટે અનામત હતા. હવે તો રોબોટ નવા સંશોધન પણ કરી શકશે તેમજ વિશ્લેષણ પણ કરી શકશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર વર્ષ 2025 સુધી રોબોટ માણસો જેવું અને જેટલું કામ કરવા લાગશે. જૉકે AI જેવી ટેક્નિકથી નોકરીમાં પણ કેટલીક મર્યાદા છે જેને કારણે નોકરીની દરેક જવાબદારી AIથી શક્ય નથી. જો કમ્પ્યૂટર દ્વારા વધુ વસ્તુ મેનેજ થશે, તો કર્મચારીઓને વધુ પડકારજનક અને આરામદાયક કામ મળશે. પરંતુ ટારગેટ સુઘી માનવીએ પહોચવું પડશે અને પરીણામ લાવવું પડશે તેનુ ઍક માત્ર કારણ એ છે કે હવે માનવીની સીધી હરીફાઈ રોબોટ સાથે થનાર છે. પછી એ સેલ્સ ની કામગીરી હોય કે એડમીનીસ્ટ્રેશનની કામગીરી હોય…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version