Home News Update Nation Update રોકડ રૂપિયા હવે નજીકનાં ભવિષ્ય માં ઇ-રૂપી થશે..

રોકડ રૂપિયા હવે નજીકનાં ભવિષ્ય માં ઇ-રૂપી થશે..

0

નવી દિલ્હી

ભારત આ વર્ષે ડિજિટલ કરન્સી લોન્ચ કરે તેવી સંભાવના છે જેની તૈયારીના ભાગ રૂપે RBIએ જાગૃતિ માટે કન્સેપ્ટ નોટ જારી કરી હતી ભારતીય રિઝર્વ બેન્ક વર્ષ 2022ના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. હાલ આમ તો 11 દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે. જો કે આ બધા જ નાના દેશ છે. જેમ કે બહામાસ, જમૈકા, નાઇજિરિયા અને ઇસ્ટર્ન કેરિબિયનના આઠ દેશ. ચીનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટના સ્તર પર જ છે અને ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હજુ પણ રિસર્ચના તબક્કામાં છે. તાજેતરમા આરબીઆઇના સૂત્રોએ જણાવ્યુ હતુ કે તે પાયટલ પ્રોજેક્ટ પર ડિજીટલ કરન્સી (CBDC) લોન્ચ કરશે.

જેની તૈયારી ચાલી રહી છે જૉકે પાયલટ પ્રોજેક્ટમાં કેટલીક સ્થિતિમાં જ ઇ-રૂપીનો ઉપયોગ કરાશે. બેન્કે તેના ઉદ્દેશ્યો, ફાયદા તેમજ જોખમોને લઇને એક કોન્સેપ્ટ નોટ પણ જારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિજીટલ કરન્સીનો સૌથી પહેલા ઉપયોગ જથ્થાબંધ કારોબાર માટે કરવામાં આવશે જે અંગે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ દરમિયાન ડિજીટલ કરન્સી જારી કરવાની જાહેરાત કરી હતી. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની ચાર સરકારી બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરાઇ છે. તેથી હવે આવનાર દિવસોમાં ખિસ્સામાં રોકડ રાખવાની આવશ્યકતા નહીં રહે ​​​​​​​ડિજિટલ કરન્સી શું છે? તેની વિગત જોતાં ભારતની ડિજિટલ કરન્સી ઇ-રૂપી તરીકે ઓળખાશે. તે ભારતીય ચલણને સમાન હશે. ભારતીય ચલણ સાથે તેની અદલા-બદલી થઇ શકશે. એમ જાણવા મળી રહ્યું છે..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version