હાલમાં જયારે કેનેડામાં હેટ ક્રાઇમ સતત વધી રહ્યા છે ત્યારે ભારતીય નાગરિકોને સાવધ રહેવા માટે ભારતના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી. હાલની પરિસ્થિતિમાં કેનેડામાં વિવિઘ ક્રાઇમ જેવા કે હેટ ક્રાઇમ, વંશીય હિંસા અને ભારત વિરોધી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતાં ભારતીય લોકોને તેમજ વિદ્યાર્થીઓને સાવધ રહેવા જણાવ્યુ છે. વધુમાં જાણવા મળેલ વિગત મુજબ કેનેડામાં જે ક્રાઇમના બનાવો વધી રહ્યા છે તે અંગે હજી આવા ગુનાઓ કરનારાઓને ન્યાયના દાયરામાં લાવવામાં આવ્યા નથી. હાલમાં કેનેડામાં ભારતીય મૂળના ઍક ગણતરી મુજબ ૧૬ લાખ લોકો વસવાટ કરી રહ્યા છે.આ સાથે ભારતીય મૂળના ૧૭ સાંસદ અને ત્રણ કેબિનેટ મંત્રી પણ કેનેડામાં છે જેમાં સંરક્ષણ મંત્રી અનિતા આનંદનો પણ સમાવેશ થાય છે.