- મુંબઈ સહિત ૧૩ શહેરમાં 5G સેવા શરૂ…
- આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, આદિત્ય બિરલા અને મુકેશ અંબાણી હાજર…
નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 5G સર્વિસ લોન્ચ કરી છે. એરટેલ વારાણસીથી અને જિયો અમદાવાદના એક ગામથી આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી, સુનીલ મિત્તલ અને કુમાર મંગલમ બિરલા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશ કર્યો છે. દેશમાં ટ્રાઈ દ્વારા પ્રથમ ચાર જગ્યા પર 5જીનુ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. દિલ્હીનુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેંગ્લોરની મેટ્રો, કંડલા પોર્ટ અને ભોપાલની સ્માર્ટ સિટીનો વિસ્તારનો આ ચાર જગ્યામાં સમાવેશ કરવામાં આવે છે. રીપોર્ટ અનુસાર દેશના આશરે 10 કરોડથી વધુ લોકો આવતા વર્ષે 5G સર્વિસનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કાર્યક્રમમાં કહ્યું કે 5G એ મૂળભૂત ટેક્નોલોજી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, બ્લોકચેન અને મેટાવર્સ જેવી 21મી સદીની અન્ય ટેક્નોલોજીની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવામાં મદદ કરશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે 5G સેવાઓ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, લોજિસ્ટિક્સ, બેંકિંગ જેવા ઘણા ક્ષેત્રોમાં મૂળભૂત ફેરફારો લાવશે અને નવી શક્યતાઓ ઊભી કરશે. નવી સેવાઓને મધ્યમાં રાખીને ડિજિટલ ક્ષમતાઓની આસપાસ બનાવવામાં આવશે.
પ્રથમ ૧૩ શહેરો જ્યાં મળશે 5G સેવા
- અમદાવાદ
- બેંગલુરુ
- ચંડીગઢ
- ચેન્નાઈ
- દિલ્હી
- ગાંધીનગર
- ગુરુગ્રામ
- હૈદરાબાદ
- જામનગર
- કોલકત્તા
- લખનઉં
- મુંબઈ
- પુણે