Home Gold પ્લેન ગોલ્ડ જ્વેલરીના… એક્સપોર્ટમાં 24 ટકાનો ઉછાળો

પ્લેન ગોલ્ડ જ્વેલરીના… એક્સપોર્ટમાં 24 ટકાનો ઉછાળો

0

ભારત અને યુએઈ સરકાર વચ્ચે થયેલા ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટનાં રિઝલ્ટ આવવાના શરૂ થયાં છે. જુલાઈ -2022 માં ભારતના પ્લેન ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટમાં 24.22 ટકાનો વધારો નોંધાયો છે . સાદા સોનાના દાગીનાની કુલ નિકાસ 24.22 % વધીને રૂ .2591.67 કરોડ નોંધાઇ છે. જે જુલાઈ 2021 માં 2081 કરોડ હતી.

એપ્રિલથી જુલાઈ-2022ના સમયગાળામાં પ્લેન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 29.29% વધીને રૂ.10293.55 કરોડ નોંધાઇ છે. જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 7961.63 કરોડ હતી. જો કે , જુલાઇ-2022 મહિનામાં એકંદરે જેમ એન્ડ જ્વેલરીની નિકાસ 0.97% ઘટીને રૂ.24913.99 કરોડ થઈ છે. અગાઉના વર્ષના સમાન સમયગાળા માટે 25157.64 કરોડ હતી. એપ્રિલથી જુલાઈ 2022 ના સમયગાળા માટે જેમ્સ એન્ડ જ્વેલરીની કુલ નિકાસમાં 10.99% ના વધારા સાથે રૂ.103931.14 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં રૂ.93640.44 કરોડ નોંધાઇ છે.

જીજેઈપીસી (Gem & Jewellery Export Promotion Council)ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે , UAE સાથે CEPA પર હસ્તાક્ષર કર્યા પછી પ્લેન ગોલ્ડન દાગીનાની નિકાસમાં સારું વલણ જોવા મળ્યું છે. સરકાર ટૂંક સમયમાં યુકે અને કેનેડા સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ કરશે. જેથી ભારતમાંથી નિકાસને વધુ વેગ મળી શકે. જુલાઈ-2022 માં તમામ પ્રકારની સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ 6.75 % વધીને 3299.29 કરોડ થઈ છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version