Home Chhath Puja આજે છઠ્ઠ પર્વમાં ખાસ કરો સૂર્ય દેવની ઉપાસના, થશે તમામ દુઃખ દૂર

આજે છઠ્ઠ પર્વમાં ખાસ કરો સૂર્ય દેવની ઉપાસના, થશે તમામ દુઃખ દૂર

0

છઠ્ઠા પર્વ એ પ્રાચીન કાળથી ચાલી આવતો પર્વ છે.હિન્દુ ધર્મમાં છઠ પુજાનુ આગવુ મહત્વ રહેલુ છે. છઠ પૂજાનુ વ્રત કરવાથી અને સૂર્યની ઉપાસના કરવાથી સ્વાસ્થ અને ધન સંપતિમાં વધારો થાય છે.આ વ્રત કરવાથી જાહેર જીવનમાં પણ ખૂબ પ્રગતિ થાય છે.જોકે છઠ પૂજાનો સંબધ ફક્રત ધર્મ સાથે જ નહી પરંતુ વૈજ્ઞાનિક કારણો સાથે પણ જોડાયેલુ છે.છઠ્ઠ મહાપર્વને આસ્થાનું પર્વ કહેવામાં આવે છે.પૌરાણિક ગ્રંથ અનુસાર,પરમાત્માએ સૃષ્ટિની રચના કરવા માટે પોતાને બે ભાગ કર્યા.જેમાં ડાબા ભાગમાં પુરૂષ અને જમણા ભાગમાં પ્રકૃતિ આવી.બ્રહ્મવૈવર્તપુરાણના પ્રકૃતિખંડ અનુસાર,સૃષ્ટિની અધિષ્ઠાત્રી પ્રકૃતિ દેવીના એક મુખ્ય અંશને દેવસેના કહેવામાં આવ્યું છે.

પ્રકૃતિનો છઠ્ઠો અંશ હોવાના કારણે તેનું પ્રચલિત નામ ષષ્ઠી છે.જેના બોલચાલની ભાષામાં છઠ્ઠી મઈયા કહેવામાં આવે છે. માન્યતા છે કે,છઠ્ઠી મઈયા મનુષ્યની રક્ષા કરે છે અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.સૂર્યદેવ એવા દેવતા છે,જે પ્રત્યક્ષ દેખાઇ દે છે.ઉગતા સૂર્યનું પૂજન ખૂબ શુભ માનવામાં આવે છે.આ સમયે નીકળતી સૂર્યની કિરણો આપણાં શરીર માટે ફાયદાકારક હોય છે.રોજ સવારે ઉગતા સૂર્યના દર્શન કરવાથી આંખોને પણ લાભ મળે છે.જળ ચઢાવતી વખતે તેની ધારાથી સૂર્ય દર્શન કરવા જોઈએ.પૌરાણિક ગ્રંથો અનુસાર દરેક દેવી-દેવતાની પૂજા માટે અલગ-અલગ તિથિ નિર્ધારિત કરવામાં આવી છે. સૂર્યષષ્ઠી વ્રતમાં બ્રહ્મ અને શક્તિ બન્નેની એક સાથે પૂજા થાય છે. આ માટે છઠ્ઠ વ્રત કરનારાને બન્નેની પૂજા કરવાનું ફળ મળે છે. આજ કારણે છઠ્ઠ પૂજામાં સૂર્યની ઉપાસના કરવામાં આવે છે અને સૂર્યને અર્ધ્ય અર્પવામાં આવે છે.

સૂર્ય પૂજન માટે તાંબાની થાળી અને તાંબાના લોટાનો ઉપયોગ કરો. લાલ ચંદન અને લાલ ફૂલની વ્યવસ્થા રાખો.એક દીવો લો. લોટમાં જળ લઈને તેમાં એક ચપટી લાલ ચંદનનો પાઉડર મિક્સ કરી લો. લોટામાં લાલ ફૂલ પણ નાખો. થાળીમાં દીવો અને લોટો રાખી લો.તેના પછી ऊँ सूर्याय नमः મંત્રના જાપ કરતા સૂર્યને પ્રણામ કરો.લોટાથી સૂર્યદેવતાને જળ ચઢાવો.સૂર્ય મંત્રના જાપ કરતા રહો. આ રીતે સૂર્યને જળ ચઢાવવાથી સૂર્યને અર્ઘ્ય આપવું કહેવાય છે. ऊँ सूर्याय नमः अर्घ्यं समर्पयामि કહેતા બધુ જળ ચઢાવી દો.અર્ઘ્ય સમર્પિત કરતી વખતે નજર લોટાની ધારા પર રાખો. જળની ધારાથી સૂર્યદેવના દર્શન કરો. સૂર્યદેવની આરતી કરો. સાત પરિક્રમા કરો અને હાથ જોડીને પ્રણામ કરો.

કાર્તિક માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિનું પૂજામાં વિશેષ મહત્વ રહેલુ છે. આમ તો છઠ પૂજાનુ વૈજ્ઞાનિક મહત્વ પણ એટલુ જ છે.જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ ભોજન અને પાણી લીધા વગર કઠોર તપસ્યા કરીને શક્તિ પ્રાપ્ત કરતા હતા.આ ઋષિ મુનિઓ છઠ પૂજાની વિધી દ્ધારા ભોજન અને પાણી લીધા વગર જ સૂર્યના સંપર્કમાં રહીને ઉર્જા પ્રાપ્ત કરતા હતા.આમ જોવા જઇએ તો છઠ પૂજાને ખગોળીય તક માનવામાં આવે છે.

આ સમયમાં સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વીની સપાટી ઉપર સામાન્યથી વધારે પ્રમાણમાં એકત્ર થાય છે.જેને લઇને ખરાબ પ્રભાવોથી રક્ષણ મેળવવા માટે આ વ્રત કરવુ ખૂબ જરૂરી છે.છઠ પૂજા કરવાથી શું લાભ થાય છે.છઠ પૂજા કરીને સૂર્યને પાણી ચડાવતી વખતે સૂર્યનો પ્રકાશ શરીર પડે છે જેથી ચામડીના રોગોથી રક્ષણ મળે છે.આ પૂજા કરવાથી સ્વાસ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે.આ મહિનામાં સૂર્યની પૂજા કરીને તમે પોતાનીશક્તિ અને સ્વાસ્થ સારુ બનાવી શકો છો.અને સૂર્ય દેવની પૂજા કરવાથી તમને અનેક લાભ પણ થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version