રશિયા અને યુક્રેનનાં યુદ્ધ બાદ દુનિયાના રાજકીય સમીકરણો બદલાઇ રહ્યાં છે ત્યારે આજે તા 15 સપ્ટેમ્બર અને 16 એમ બે દિવસ દરમિયાન ઉઝબેકિસ્તાન ના સમરકંદ ખાતે આયોજિત સંઘાઇ સહયોગ સંમેલન યોજાશે. જેમા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત યોજાય તેવી સંભાવના છે. આ મુલાકાત પર દુનિયાની નજર છે. યુક્રેન યુદ્ધ બાદ બદલાયેલા વિશ્વના રાજકારણના સંદર્ભમાં પણ આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. અત્રે નોંધવું રહ્યું કે આવતાં વર્ષે આ SCO નુ સંમેલન ભારતમાં યોજાશે.