ભારત સરકાર દ્વારા દેશમાં PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે આજે તા 28 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે PFI પર પ્રતિબંધ મુકાયો હતો. PFI એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. તપાસ એજન્સીઓ દ્વારા PFI અંગે ઓપરેશન ઓક્ટોપસ હાથ ધરાયુ હતુ. આ ઓપરેશન દ્વારા PFI ની ગતિવિધિઓ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ટેરેર ફન્ડીંગ એટલે કે આતંકવાદની પ્રવુતિઓ માટે ફંડ ઉપલબ્ધ કરાવવા અને અન્ય બાબતોમાં PFI ની સંડોવણી જણાઈ હતી. દેશના જુદા જુદા વિસ્તારોમાંથી 150કરતા વધુ PFIના સક્રિય કાર્યકરોની અટક કરવામાં આવી હતી. હાલમાં સપ્ટેમ્બર માસના 22 અને 27મી તારીખે દેશના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને PFIની ગતિવિધિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ભારતમાં શરૂઆતમાં PFI દ. ભારતમાં સક્રિય હતુ પરંતુ હાલમાં 23 રાજ્યોમાં PFI નુ વધતા ઓછા અંશે નેટવર્ક જણાઈ રહ્યું છે. PFI રાષ્ટ્રીય સમિતી અને જે તે રાજયોની સમિતિ પણ ધરાવે છે.