Home News Update Health એન્ટી બાયોટિક ગોળીઓ ગળવામાં ભારતીયો અગ્રેસર…

એન્ટી બાયોટિક ગોળીઓ ગળવામાં ભારતીયો અગ્રેસર…

0
  • દર વર્ષે 500 કરોડ ગોળીઓ લેતા ભારતીયો…

ભારતીયો દ્વારા એન્ટી બાયોટીક ગોળીઓ વધુ પ્રમાણમાં લેવામાં આવી રહી છે.આ બાબત ચિંતાજનક છે જર્નલ લાંન્સેટ રીજનલ હેલ્થ સાઉથ ઈસ્ટ એશિયામાં પ્રસિદ્ધ કરવામા આવેલ સર્વે મૂજબ વર્ષ 2019માં ભારતીયોએ 500 કરોડથી વધુ એન્ટીબાયોટિક ગોળીઓનું સેવન વિવિધ બીમારીઓના કારણે કરવું પડ્યું હતું. તારણ મુજબ સૌથી વધુ એઝીથ્રોમાઈસીન ગોળીનો ઉપયોગ થયો હતો.  જેનો ઉપયોગ 7.6 ટકા જ્યારે બીજા ક્રમે સેફિકસાઈમ 200 એમ.જી. નો હતો જેનો ઉપયોગ 6.5 ટકા કરવામાં આવ્યો હતો.

સંશોધનમાં એમ પણ જણાવાયુ કે એન્ટીબાયોટિકનાં આવાં અસાધારણ ઉપયોગના પગલે ભારતમાં એન્ટીબાયો રેઝીટન્સને વેગ મળ્યો છે. સાથે જ એવી ચોંકાવનારી વિગતો પણ જણાવાઈ કે ભારતમાં વર્ષ 2019માં ખાનગી ક્ષેત્રમાં 47 ટકા જેટલાં એન્ટીબાયોટીકસ ફોર્મ્યુલેસન્સને દવા નિયામક દ્વારા માન્યતા આપવામા આવી નથી. તેથી એવો અર્થ કાઢી શકાય કે આ એન્ટીબાયોટિક કોઇ પણ જાતની મંજૂરી વગર બજારમાં લોકો માટે ઉપલબ્ધ હતી. આવી એન્ટીબાયોટિક દવાઓના વધુ સેવનના પગલે તેની દર્દીના શરીર પર થતી અસર ઓછી થવા માંડે છે. સાથે જ  એન્ટિબાયોટિક ગોળી કે દવા ત્યારે જ આપવી જોઈએ કે જયારે દર્દીની હાલત ગંભીર હોવાનું જણાય. તેનુ કારણ એ છે કે વધુ પાવર ધરાવતી એન્ટીબાયોટીકસ દવાઓનો ઉપયોગ અજ્ઞાત બેક્ટેરિયા સામે કરાતો હોય ખૂબ સાવધાની સાથે ઉપયોગ કરવો જોઈએ અન્યથા દર્દીના શરીરને નુક્સાન થવાની શક્યતા રહે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version