Home Election 2022 હવે રેવડીની રીત રસમ પર લગી શકે છે રોક…     

હવે રેવડીની રીત રસમ પર લગી શકે છે રોક…     

0

સુપ્રીમ કોર્ટ દ્વારા સમિતિ રચવા અંગે કરેલ નિર્ણય.જયારે પણ ચુંટણીઓની જાહેરાત થાય એટલે સામાન્ય રીતે વિવીધ રાજકીય પક્ષો દ્વારા રેવડીની રીતરસમની શરૂઆત થઇ જતી હોય છે  રેવડી કલ્ચર એટલે મફત ચીજ વસ્તુઓ અને સેવાઓ આપવા અંગેની થતી જાહેરાતો. આવી જાહેરાતોમાં રાજકીય પક્ષો દ્વારા એવી જાહેરાતો કરવામાં આવતી હોય છે કે તેમનો પક્ષ ચુંટણીમાં જીતશે અને સરકાર બનાવશે તો વિવિધ સેવાઓ મફત આપવામાં આવશે.

હાલમાં આ પદ્ધતિને રેવડી કલ્ચર તરીકે પણ ઓળખવામાં આવે છે કેટલાક આ બાબતને મતદારોને આપવામાં આવતા પ્રલોભનો તરીકે પણ ઓળખી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશમાં કર ભરતા કરદાતાઓની સમિતિની રચના કરવામાં આવશે જે આવી રેવડી જાહેરાતો પર અને તેના અમલ પર રોક લગાવી શકશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા એમ જણાવાયુ છે કે આખરે રેવડી પ્રથા દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે અને જો તેનો અમલ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જે કઈ ખર્ચ થાય તેના નાણા કરદાતાઓના કર માંથી જાય તેથી એમ પણ કહી શકાય કે રેવડી પદ્ધતિમાં ભલે જેતે રાજકીય પક્ષો જાહેરાત કરે પરંતુ વાસ્તવિક આર્થિક બોજ કરદાતા પર પડે છે તેથી જ રેવડી કલ્ચર અને રીતરસમ પર અંકુશ લાવવા દેશમાં કર ભરતા કરદાતાઓની સમિતિ બનાવવા અંગે સુપ્રીમ કોર્ટ ધ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આવી સમિતિની રચના કરવામાં આવે તો આવનારા દિવસોમાં ધારાસભ્યો અને સાંસદોને અપાતા વેતન તેમજ અન્ય લાભો અંગે પણ નિર્ણય લેવાની અસરકારક સત્તા આવી કરદાતાઓની સમિતિ પાસે આવી શકે છે પરંતુ આ બાબતે હાલ તો થોભો અને રાહ જુઓની નીતિ અમલમાં મુકવી રહી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version